સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

રાજકોટ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકો માટે વધુ એકવાર ભાવ વધારો

કિલો ફેટે રૃા.૧૦ વધારા સાથે ૭ર૦ ચૂકવાશેઃ ગોરધનભાઇ

રાજકોટ તા.૧૭: રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઇ ધામેલીયા અને નિયામક મંડળે હાલ કપાસીયા ખોળ અને ખાણદાણના ઉચા ભાવો તેમજ ઉનાળાની અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને દુધ સંઘે નવા નાણાંકીય વર્ષમાં દૂધનાં ખરીદ ભાવમાં બીજો પ્રતિ કિલો ફેટનો ભાવ રૃા.૭ર૦ કરવા નિર્ણય નકકી કરેલ છે, ર્જીે રાજકોટ ડેરીએ જાહેર કરેલ કિલો ફેટના અત્યાર સુધીનાં સૌથી ઉચો ભાવ છે.

અત્યાર દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૃા.૭૧૦ ચુકવવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે આ સમય ગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ રૃા.૬૬૦ હતો જેની સરખામણીએ આ જાહેરાતથી મંડળીઓને રૃા. ૬૦ વધુ મળશે. દૂધ સંઘ દ્વારા તા.ર૧/પ થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૃા.૭ર૦ ચુકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૃા. ૭૧પ ચુકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ પ૦ હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. તેમ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઇ ધામેલીયા જણાવે છે.

(2:24 pm IST)