સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

જસદણ રામેશ્વર મંદિરે પ્રાકૃતિક ખેતી અંગેનો સેમીનાર યોજાયો

(નરેશ ચોહલીયા)જસદણ,તા. ૧૭:  ગોખલાણા રોડ પર આવેલ રામેશ્વર મંદિર ખાતે પરેશભાઈ ગોસ્‍વામી દ્વારા પ્રાકૃતિક ખેતી(ઓર્ગેનિક ખેતી) તેમજ હવામાન વિભાગની જુદી-જુદી માહિતી આપવા માટેનો માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્‍યો હતો. આ તકે પ્રકૃતિ પ્રેમી અને અગ્રણી ડાયમંડ ઉધોગપતિ રૂડાભાઈ ભગતે ખેતર ની ફળદ્રુપતા પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી અંગે થતા ફાઇદા સહિતની સમજ આપી હતી તેમજ વૃક્ષો વાવી હરિયાળી ક્રાંતિ લાવવા ઉપરાંત પાણી બચાવવા ચેકડેમો બાંધવા સહિતની વિગતવાર માહિતી આપી હતી તેમજ આવા કાર્યક્રમો કરી અને ખેડૂતોને જાગૃત કરવા જસદણમાં મોટું આયોજન કરવા અને પોતે તમામ ખર્ચો ઉપડશે તેવી જાહેરાત પણ ઉપસ્‍થિત ખેડુતોને કરી હતી આ સેમીનારમાં જસદણ, વિંછીયા અને બાબરા પંથકના ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા.

આ તકે રામેશ્વર યુવક મંડળના સંચાલક ભરતભાઈ એલ.છાયાણી, જસદણના અગ્રણી ઉદ્યોગપતિ અને પ્રાકૃતિક ખેતી પ્રેમી રૂડાભાઈ ભયાણી ભગત, હવામાન તથા ઓર્ગેનિક ખેતી ના જાણકાર પરેશભાઈ ગૌસ્‍વામી ખેડૂત અગ્રણી બાવનજીભાઇ સખીયા જસદણ નગરપાલિકાના કોર્પોરેટર નરેશભાઈ ચોહલીયા, નિસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ મેહુલભાઈ સંઘવી દિનેશભાઇ પરમાર રામેશ્વર યુવક મંડળના સભ્‍યો સહિતના ઉપસ્‍થિત રહ્યા હતા. આગામી તા.૨૮મીએ મોદી આટકોટ ખાતે કે ડી પરવાડીયા મલ્‍ટી સ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલના લોકાર્પણ પ્રસંગે પધારવાના હોય જેમાં ખેડૂતોને ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવ્‍યું હતું. કાર્યક્રમ અંતે ભોજન પ્રસાદનુ આયોજન કરાયુ હતુ.

(1:12 pm IST)