સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

કોમી એકતાના પ્રતીક સમાન ધોરાજીમાં હજરત લાલશાહબાવાના ઉર્ષની સાથે સાથે લોકમેળો

ધોરાજી : કોમી એકતાના પ્રતીક સમાન હજરત લાલશાહબાવાનો ચાર દિવસીય ઉર્ષ શરીફનો રવિવારથી પ્રારંભ થયો હતો. હાલ ધાર્મિક કાર્યક્રમો ફરી શરૂ થયા છે ત્‍યારે ગરીબોના બેલી દુઃખી દિલોના સહારા અને કોમી એકતાનું પ્રતિક ગણાતા લાલ શા બાવાના ઉર્ષ શરીફનો પ્રારંભ થયો હતો રવિવારે બપોરે ૩ કલાકે દરગાહ શરીફના ખાદીમોની ગુલ પોષી બાદમાં દુઆ એ ખેર અને ત્‍યાર બાદ વિશાળ સંદલ શરીફ નીકળેલ જેમાં જાંબુરના સીદી બાદશાહનું આદિવાસી નૃત્‍ય આકર્ષણનું કેન્‍દ્ર બનેલ હતું. સંદલ શરીફ મકબુલભાઈ ગરાણા યાસીનભાઈ નાલબંધ. મોહમ્‍મદ કાસીમ ગરાણા વિગેરે અગ્રણીઓ જોડાયા હતા. સંદલ શરીફ શહેરના મુખ્‍ય માર્ગો ઉપર ફરી અને ફરી દરગાહ શરીફ ખાતે સમાપન થયેલ ઉર્ષ શરીફ ના ચાર દિવસ સુધી દરગાહ શરીફ ના ખાદીમ દ્વારા દરગાહ શરીફ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને કવાલીનું આયોજન પણ કરવામાં આવેલ છે ઉર્ષ દરમિયાન દર્શના થી આવતા દર્શનાર્થીઓ માટે ફકીર લંગરન્‍યાજ કમિટી દ્વારા વેજી ટેરીયન નીયાજ શરીફનું આયોજન કરવામાં આવેલ છે જે માટે ફકીર લંગર કમિટીના હનીફભાઈ મજોઠી લાલુભાઈ સિંધી (અનાજ વારા) અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે ઇન્‍સ્‍પેક્‍ટર અનિરૂદ્ધસિંહ ગોહિલ વિગેરે વ્‍યવસ્‍થા જાળવી છે હજરત લાલશાહ વલીના ઉર્ષ શરીફની ધાર્મિક ઉજવણીની સાથે સાથે લોકોના મનોરંજન માટે ઉર્ષ શરીફના ચાર દિવસ સુધી દરગાહ શરીફની બાજુમાં આવેલ જન્‍માષ્ટમી લોક મેળા ગ્રાઉન્‍ડમાં યાસીનભાઈ નાલબંધ મકબૂલભાઈ ગરાણા ગ્રુપ દ્વારા મનોરંજન લોક મેળાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિવિધ પ્રકારની રાઇડ્‍સ અને બાળકો માટે મનોરંજનના ખેલને ચિલ્‍ડ્રન રાઇડશથી લોકો મનોરંજન લોક મેળાનું આનંદ માણશે.

(1:12 pm IST)