સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાની પૌત્રીના જન્મદિવસ નિમિતે નાસ્તાનું વિતરણ

 સાવરકુંડલા : અમરેલી જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા ની પૌત્રી ના જન્મ દિવસ નિમિત્તે બાળકો ને નાસ્તા વિતરણ કરવા માં આવેલ . અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા  પરિવારની લાડકવાયી પૌત્રી વનિષ્કાના પ્રથમ જન્મ દિવસની ઉજવણી ના ભાગરૃપે સાવરકુંડલા શહેરના અતિ પછાત વિસ્તારમાં નાના ભૂલકા ઓને સોમનાથ યુવા ગ્રૂપના પ્રમુખ  દેવર્ષીતભાઈ બોરીસાગર તથા દિશાંત ત્રિવેદી અને હિતેશ મહેતા અમિત વિગેરે યુવાનો દ્વારા સુરેશભાઈ પાનસૂરિયાના સહયોગ થી વિવિધ પ્રકારનો નાસ્તા ઓનું વિતરણ કરવા માં આવેલ હતું. પાનસૂરિયા પરિવારે તેમના પરિવાર ની દીકરીના જન્મ દિવસ નિમિત્તે અનોખી રીતે જન્મ દિવસ ની ઉજવણી કરવા થી ગરીબ પછાત વર્ગ બાળકોને ખુશ કરેલ હતા તેથી તે જન્મ દિવસની લોકો એ સારી રીતે નોંધ લીધી હતી. (તસ્વીર-અહેવાલ : ઇકબાલ ગોરી, સાવરકુંડાલા)

(1:03 pm IST)