સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લા માં વધુ એક બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ : મીઠાપુર ગામેથી SOG દ્વારા બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ સાથે ૯ ની અટકાયત

સલાયામાંથી મરીન પોલીસ દ્વારા 3 બોગસ ડ્રાઈવિંગ લાઇસન્સ સાથે 3 આરોપીઓ અને SOG એ મીઠાપુરમાંથી 7 બોગસ ડ્રાઈવિંગ લાઇસન્સ સાથે 9 આરોપીઓની અટકાયત કરી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા માં વધુ એક બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ કૌભાંડ નો પર્દાફાશ થયો છે.ગઈ કાલે સલાયા માંથી બોગસ ડ્રાઈવિંગ લાઇસન્સ ઝડપાયું હતું જ્યારે આજ રોજ SOG એ વધુ એક કૌભાંડ પકડી પાડ્યું છે.

  દ્વારકાના મીઠાપુર ગામે થી SOG દ્વારા બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ સાથે 9 લોકો ની અટકાયત કરાઈ છે.બન્ને કૌભાંડ ના આરોપીઓ એ કેટલા લોકો ના બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવ્યા છે તે દિશા માં સલાયા મરીન પોલીસ અને SOG પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  સલાયામાંથી મરીન પોલીસ દ્વારા 3 બોગસ ડ્રાઈવિંગ લાઇસન્સ સાથે 3 આરોપીઓની અટકાયત કરી જ્યારે SOG એ મીઠાપુર માંથી 7 બોગસ ડ્રાઈવિંગ લાઇસન્સ સાથે 9 આરોપીઓની અટકાયત કરી છે.

આવનારા દિવસો માં બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ ના કૌભાંડ માં નવા ખુલાસા ઓ થઈ તેવી શક્યતા છે.

(12:05 am IST)