સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 17th May 2022

પુનમ નિમિતે સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજીને કરાયો દિવ્ય શણગાર

કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સિંહાસનને ફુલો વડે દિવ્ય શણગાર:સાંજે 5 કલાકે દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચન કરીને પુષ્પાભિષેક કરાયો :હજારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી

સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું મંદીર વિશ્વ વિખ્યાત અને લોકોની આસ્થાનું પ્રતિક છે. ત્યારે આજે પૂનમ નિમિતે હનુમાનદાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા તેમજ સિંહાસનનો ફુલો વડે દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિર 

 સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પૂનમ નિમિતે  સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સિંહાસનને ફુલો વડે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હત

 મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિરનાં પટાંગણમાં મારૂતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

   આજે પુનમનું અનેરૂ મહત્વ હોય સાંજે 5 કલાકે દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચન કરીને પુષ્પાભિષેક કરવામાં આવેલ. જેનો હજારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

(10:42 pm IST)