News of Wednesday, 17th January 2018
વિસાવદરના મોટા કોટડાની પરિણીતા પર બળાત્કાર
જુદી જુદી જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ કર્યાની પટેલ શખ્સ સામે ફરિયાદ
જૂનાગઢ તા. ૧૭ : વિસાવદરના મોટા કોટડાની પરિણીતા પર તેના જ ગામના નિલેશ વઘાસીયા નામના શખસે અવાર-નવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ભોગ બનનારે કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે પરિવાર સાથે રહેતી ૨૭ વર્ષીય પરિણીતાએ તેના જ ગામના નિલેશ મગન વઘાસિયા નામના પટેલ શખ્સ વિરૂધ્ધ ગત રાત્રે બળાત્કારની ફરિયાદ કરી હતી.
જેમાં નિલેશે પરિણીતાને છેલ્લા દોઢ વર્ષ દરમિયાન જુદી-જુદી જગ્યાએ લઇ જઇ જ્યાં તેની ઉપર દુષ્કર્મ આચર્યુ હતું.
મહિલાની આ પ્રકારની ફરિયાદ લઇ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.આઇ. આર.ડી.વાઢેર ચલાવી રહ્યા છે.(૨૧.૧૩)
(12:32 pm IST)