સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા વિશ્વ ફૂડ ડે નિમિતે રાશન કીટ વિતરણ કરાઈ

વર્લ્ડ ફૂડ ડે નિમિતે ૨૪ કિલોની ૧૦૦ રાશન કીટનું ગરીબ પરિવારોમાં વિતરણ કરાયું

મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા આજે વર્લ્ડ ફૂડ ડે દિવસ નિમિતે રાશનની ૧૦૦ કીટનું ગરીબોને વિતરણ કરીને વર્લ્ડ ફૂડ ડેની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી

મોરબી દાઉદી વ્હોરા સમાજના આમીલ સાહેબ ખોજમાંભાઈની યાદી જણાવે છે કે આલીકદર સૈયદના મુફ્ફદલ સૈફુદીન સાહેબની આજ્ઞા અનુસાર વર્લ્ડ ફૂડ ડે નિમિતે ૨૪ કિલોની ૧૦૦ રાશન કીટનું ગરીબ પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું ઘઉં, ચોખા, દાળ, મગ અને ખાંડ તેમજ તેલ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ ની કીટનું ગરીબ વિસ્તારમાં આપવામાં આયોજન તોલોબા અલ ફૂલિયત દ્વારા કરવામાં આવ્યું હતું
જે પ્રસંગે નગરપાલિકાના કાઉન્સિલર અને ચેરમેન ભાવિકભાઈ જારીયા, વોર સમાજના અગ્રણી જૂજરભાઈ અમીન, ભાનુબેન નગવાડીયા, પુષ્પાબેન અને જશવંતીબેન સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.

(12:16 am IST)