સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

મોરબીના અમરાપર ગામની સીમમાંથી દેશી દારૂના આથાનો જથ્થો ઝડપાયો

નાના મોટા બેરલ નંગ ૦૭ માં દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૬૫૦ કીમત રૂ ૧૩૦૦ અને બેરલ સહીત ૧૬૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત

મોરબી તાલુકાના અમરાપર ગામની સીમમાંથી પોલીસે દેશી દારૂ બનાવવાના આથાનો જથ્થો ઝડપી લીધો છે તો આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે અમરાપર (નાગલપર) ગામની સીમમાં દરોડો કર્યો હતો જેમાં અમરાપર ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી પોલીસે નાના મોટા બેરલ નંગ ૦૭ માં દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૬૫૦ કીમત રૂ ૧૩૦૦ અને બેરલ સહીત ૧૬૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે તો રેડ દરમિયાન આરોપી વિજય વેલજીભાઈ રૂદાતલા રહે અમરાપર તા. મોરબી વાળો હાજર નહિ મળતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:32 pm IST)