સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

ધોરાજી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની કાર્યવાહી આજથી શરૂ ભાજપ પ્રેરિત 14 ઉમેદવારો જયેશભાઇ રાદડીયા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાની હાજરીમાં ફોર્મ ભર્યા

ધોરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી સંદર્ભે આજથી ચૂંટણીની કાર્યવાહી શરૂ: રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા દ્વારા 14 ઉમેદવારોની કરી જાહેરાત કરી: ભાજપ પેનલ સામે કિસાન સંઘના નેતાએ ખેડૂત વિભાગ માંથી એક ફોર્મ રજુ કર્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ની કાર્યવાહી આજથી શરૂ ભાજપ પ્રેરિત 14 ઉમેદવારો જયેશભાઇ રાદડીયા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા ની હાજરી માં આજે ફોર્મ ધોરાજી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીના સંદર્ભે ચૂંટણી જાહેર થતા આજે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા
  ધોરાજી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ભુપતભાઈ કોયાણી એ માહિતી આપતા જણાવેલ કેઆજે તારીખ 16 સોમવારના રોજ ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવલ જેમાં ખેડૂત વિભાગમાંથી 11 ફોમ અને વેપારી વિભાગમાં થી ચાર ફોર્મ કુલ 15 ફોર્મ આજે ભરાયા હતા
તારીખ 17 એ ફોર્મની ચકાસણી કરવામાં આવશે
તારીખ 18 એ ફોર્મ પાછા ખેંચી શકાશે
તારીખ 28 ને ગુરુવારે મતદાન થશે
તારીખ 29 શુક્રવારે પરિણામ જાહેર થશે
ધોરાજી માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણીમાં ખેડૂત વિભાગના ૧૦ ઉમેદવારો તેમજ વેપારી વિભાગના ચાર ઉમેદવારો ટોટલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાશે
વેપારી વિભાગના આડત્રીસ મતદારો તેમજ ખેડૂત વિભાગના 425 મતદારો કુલ મળી 473 મતદારોએ મત આપવાનો અધિકાર પ્રાપ્ત કરસે
જિલ્લા રજીસ્ટાર રાજકોટ ના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાશે જે અંગે વિસ્તૃત માહિતી આપી હતી
આજે ભારતીય જનતા પાર્ટીની પેનલ પૂર્વ કેબિનેટ મંત્રી અને જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાખરીયા ની હાજરી માં ઉમેદવારી ફોર્મ કુલ ૧૪ ઉમેદવારો ફોર્મ ભર્યા હતા
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા એ ધોરાજી માર્કેટિંગ યાર્ડના ઉમેદવારોની જાહેરાત કરતા જણાવ્યું કે ધોરાજી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં સ્થાનિક કક્ષાએ સંકલન કરી ભાજપના ઉમેદવારોની પેનલ સર્વ સંમતિથી પ્રદેશ સંગઠન તેમજ પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા તેમજ જિલ્લા સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા ની સુચના મુજબ નીચે મુજબની ઉમેદવારોની પસંદગી કરવામાં આવેલ છે જેમાં ખેડૂત વિભાગ માંથી
હરકિશનભાઈ માવાણી
જયસુખભાઇ ઠેસિયા
ધીરુભાઈ બાબરીયા
પ્રકાશભાઈ નારીયા
ગીરીશભાઈ પેથાણી
પ્રદ્યુમનભાઈ ચાવડા
અર્જુનસિંહ સરવૈયા
કિરીટભાઈ સાપરિયા
કમલેશભાઈ બરોચીયા.
નિલેશભાઈ કણસાગરા આમ કુલ દસ નામ ખેડૂત વિભાગ માંથી નક્કી કરવામાં આવ્યા છે તેમજ વેપારી વિભાગ માંથી હરેશભાઇ બાલધા.
બીપીનભાઈ વઘાસિયા
શાંતિભાઈ ઠુંમર
હરસુખભાઈ ગજેરા કુલ ચાર ઉમેદવારો વેપારી વિભાગ માંથી નક્કી કરવામાં આવ્યા છે કુલ ૧૪ ઉમેદવારો ની ચૂંટણી છે  14 નામ જાહેર કરવામાં આવ્યા છે જે  ભાજપ વેદ ફાઇનલના 14 ઉમેદવારોએ  ફોર્મ ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા રજીસ્ટ્રાર વિશાલ કપુરીયા સમક્ષ ભરવામાં આવ્યા હતા
આજરોજ ભાજપ પ્રેરિત 10 ખેડૂત ફાઇનલ તેમજ ૪ વેપારી વિભાગ માંથી કોમ રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય એક ફોર્મ ખેડૂત વિભાગમાં થી કરવામાં આવતા કુલ ૧૫ ફોર્મ ભરવામાં આવ્યા હતા
આ પર્વ બે દિવસ પહેલા જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા  ના અધ્યક્ષ સ્થાને ધોરાજી માર્કેટ યાર્ડની ચૂંટણી બાબતે ધોરાજી શહેર ભાજપના અગ્રણી વી ડી પટેલ જિલ્લા ભાજપ મંત્રી હસુભાઈ ટોપિયા શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા શહેર ભાજપ મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા તેમજ ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરકિશનભાઈ માવાણી તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે બેઠક યોજાઇ હતી અને પાર્ટી લાઈન દ્વારા જિલ્લા ભાજપ જે નક્કી કરે તે પ્રમાણે ઉમેદવારો ઘોષિત કરવામાં આવશે તેને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેરિત પેનલ બનાવવામાં આવશે તે પ્રકારે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે આજે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાખરીયા ની હાજરીમાં 14 નામ ઘોષિત કરવામાં આવ્યા હતા જે સર્વે સર્વાનુમતે પસંદ કર્યા હતા આ બાબતે કોઈ જાહેરમાં વિરોધ થયો ન હતો
કોંગ્રેસના ગઢ ગણાતા લલિત વસોયાએ હજુ સુધી કોઈ જાહેરાત ધોરાજી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બાબતે કરી નથી
સાંજ સુધીમાં કોંગ્રેસ પ્રેરિત એક પણ ઉમેદવાર ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ફોર્મ રજુ કરવા આવ્યા નથી જેથી ભાજપના માત્ર ૧૪ ઉમેદવારો ભાજપ પ્રેરિત પેનલમાં ભરેલા હતા
ધોરાજી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં આજે લગભગ ૧૪ ઉમેદવારો બિનહરીફ થવાની તૈયારીમાં હતા એ સંદર્ભે ભારતીય કિસાન સંઘના જિલ્લાના નેતા ગણાતા શાંતિલાલ વેગડ એ ખેડૂત વિભાગમાંથી પોતે ઉમેદવારી નોંધાવતા બિન હરીફ થતા મામલો અટકી ગયો હતો જોઈ આવતીકાલે શું થાય છે
ધોરાજી માર્કેટિંગ યાર્ડ વિશે પૂર્વ મંત્રી અને જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયા શું કહે છે
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયાએ ધોરાજી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી સંદર્ભે જણાવેલ કે રાજકોટ જિલ્લાની છ માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે કારણ કે અમારી 14 ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા છે અને લગભગ બિનહરીફ થવાની તૈયારીમાં છે સામે અન્ય કોઈ એક ફોર્મ ભરવામાં આવ્યું છે જે બાબતે ચર્ચા-વિચારણા બાદ નક્કી થશે શક્ય હશે તો ધોરાજી માર્કેટિંગ યાર્ડ ની ટીમ બિન હરીફ થાય તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે
જિલ્લા ભાજપ ના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા શું કહે છે.....
રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા એ જણાવેલ કે સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો રહ્યો છે ત્યારે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પણ ભાજપ પ્રેરિત પેનલનો વિજય થશે એમાં કોઈ બેમત નથી આજે ભારતીય જનતા પાર્ટીના 14 ઉમેદવારો એ પોતાનાં ફોર્મ રજુ કર્યા છે સામે કોંગ્રેસના કોઈપણ ફોર્મ ભરવામાં આવ્યા નથી અને એક ફોર્મ ખેડૂત વિભાગમાં કરવામાં આવ્યું છે તેનું પણ કદાચ સમાધાન થઇ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે
હાલમાં સમગ્ર રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રમાં ભાજપ નો ડંકો વાગ્યો છે એ પ્રકારે ધોરાજીમાં પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો વિજય થશે તેમાં કોઈ બેમત નથી
ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા તેમજ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ મકાતી તેમજ જિલ્લાના કિશોરભાઈ રાઠોડ પૂર્વ ભાજપ પ્રમુખ લલીતભાઈ વોરા તાલુકા ભાજપ મહામંત્રી જનકસિંહ જાડેજા રાજુભાઈ ડાંગર જિલ્લા પંચાયતના સદસ્ય વિરલભાઈ પનારા દિલીપભાઈ હોતવાણી રાજકોટ જિલ્લા બેંકના ડિરેક્ટર કાંતિભાઈ જાગાણી ધીરુભાઈ બાબરીયા ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખપતી રસિકભાઈ ચાવડા હરેશભાઈ હેરભા પૂર્વ નગરપતિ કે.પી માવાણી વિઠ્ઠલભાઈ હિરપરા વિજયભાઈ અંટાળા હિતેશભાઈ કોયાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

(6:54 pm IST)