સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

પોરબંદરની વી.જે. મદ્રેસામાં આવતીકાલે ઓપન નાઅતીયા કોમ્પીટીશન : વિજેતાઓને ઇનામ

પોરબંદર, તા. ૧૬ :  વી.જે. મદ્રેસા ખાતે આવતીકાલે ઓપન નાઅતીયા કોમ્પિટીશન રાખેલ છે.

વી.જે. મદ્રેસાના ઓન સેક્રેટરી ફારૂકભાઇ સૂર્યાએ જણાવ્યું હતું કે પોરબંદર વી.જે. મદ્રેસા દ્વાાર ઓપન નાઅતીયા કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૭ રવિવારના રાત્રે ૧૦ વાગ્યા થી ઇદ એ મિલદુન્નબી નિમિત્તે મેમણવાડમાં આવેલ ગર્લ્સ સ્કુલ ખાતેના નાઅતિયા કોમ્પિટેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કુલમાં હાલમાં અભ્યાસ કરતા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ભાગ લેશે.

પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારને ૧૧૦૦૦નું અપાશે ઇનામ બીજા ક્રમે આવનારને પ૧૦૦ અને ત્રીજા ક્રમે આવનાર ને રપ૦૦નું ઇનામ રાખવામાં આવ્યું છે. પ્રોગ્રામ બાદ ન્યાઝ રાખવામાં આવ્યું છે.

મિલાદુન્નબી આ કાર્યક્રમને સફળ બનાવવા આ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ શાહિદખાન શેરવાની, મુહમ્મદ જુનેદ કુરેશી તથા શાળાના આચાર્ય ઇસ્માઇલ મુલતાની સહિત શાળાના વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં આ વોર્ડના વેકસીનેશન નહી લીધેલા લોકોને કોરોના વેકસીનેશન વહેલી તકે લઇ લેવા માટે જાગૃત કરી સમગ્ર વિસ્તારને ૧૦૦ ટકા વેકસીનેશન યુકત ના લક્ષ્યાંકને પુરો કરવામાં આવશે.

(1:15 pm IST)