સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

વેરાવળમાં વિજ શોકમાં પાંચ બહેનોના એકના એક ભાઇ સહિત ૩નો ભોગ લેવાતા અરેરાટી

દશેરાના પવિત્ર દિવસે પરિવારમાં ઘેરો શોક છવાયો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૬: વેરાવળમાં વિજ શોકથી ત્રણ યુવકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ દુર્ઘટનામાં બંદરવડનાં પાંચ બહેનોના એકના એક ભાઇનો ભોગ લેવાતા ઘેરો શોક છવાયો છે.

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર રબારી વાડા ના નાકે ગુજરાતી ડાઈનીગ હોલમાં કાલે સંાજે ૪ વાગ્યે બોર્ડ રીપેરીગ કરવા માટે અગાસીમાં લેતા હતા ત્યારે ૧૧ કેવી.નો વાયર પસાર થતો હતો તે અડી જતા શોર્ટ સર્કીટ થતા ત્રણ યુવાનો ચોંટી જતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ થયેલ હતા.

વેરાવળ બસ સ્ટેન્ડ રોડ ઉપર રબારી વાડા ના નાકે આવેલ સ્વાગત ડાઈનીગ હોલનું મોટુ બોર્ડ કાઢી અને તેને રીપેરીંગ માટે ઉપર ચડાવતા હતા ત્યારે ૧૧ કેવી.નો વિજ વાયર ત્યાંથી પસાર થતો હતો બોર્ડ આડુ થતા તેમા અડી જતા જોરદાર શોર્ટ લાગેલ હતો જેથી ત્રણેય ઘટના સ્થળે મૃત્યુ પામેલ હતા બપોરે ૪ વાગ્યે આ બનાવ બનતા આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયેલ હતો તમામ વિજ પુરવઠો બંધ કરાયેલ હતો બનાવના સમયે મુળ ડાઈનીગ હોલ ચલાવતા માલીકના પરીવાર યુવાનનું પણ ઘટના પણ મૃત્યુ થયેલ છે તેમન એક રાજસ્થાન અને માળીયા તાલુકના વાંદરવડ ગામના યુવાનનું પણ મૃત્યુ થયેલ હતું.

શહેર પી.આઈ ડી.ડી.પરમારે જણાવેલ હતું કે બસ સ્ટેન્ડ રોડ રબારી વાડા ના નાકે ગુજરાત ડાઈનીગ હોલ સ્વાગત આવેલ છે ત્યાં તેનું મોટું ઈલેકટ્રીક બોર્ડ રીપેરીગ કરવા માટે હોટલમાં કામ કરતા ત્રણેય યુવાનો ચડાવતા હતા  તેમાં હીરાલાલ મગનલાલ મીના હાલ. હોટલની ઉપર મુળ ઉદયપુર,મહેશ સામજી પરમાર રહે.વાંદરવડ તા.માળીયા હાટીના,વિવેક મહેરબાનસિંગ મીના હાલ. અંબાજી મંદિર વેરાવળ મુળ.વસંગાબાદ કામગીરી કરી રહેલ હતા ત્યાં બોર્ડ આડુ થતાપીજીવીસીએલ ના ૧૧ કેવી નો મોટો જીવતો વાયર પસાર થતો હતો તે અડી જતા શોર્ટસર્કીટ થયેલ હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળેલ છે ઘટના સ્થળે ત્રણેયના મૃત્યુ થયેલ છે પોલીસ તમામ તપાસ કરી રહી છે નિવેદનો લઈ રહી છે હોટલ માલીક બહારગામ હોવાથી તેની પણ પુછપરછ કરવાની બાકી હોય તેમ જણાવેલ હતું.

જાણવા મળતી વિગત મુજબ વિવકે મહેરબાનસિંગ મેર ઉ.૧૯ ભોપાલનો હોય તે ડાઈનીગ હોલ ચલાવતા માલીકના સગા થતા હોય તેમનું પણ આ ઘટનામાં મૃત્યુ થયેલ છે તેમજ મહેશ સવજી પરમાર રહે.વાંદરવડ તા.માળીયા હાટીના વાળા પાંચ બહેનોનો એકનો એક ભાઈ હોય તેમ જાણવા મળેલ છે પવિત્ર દશેરા ના દિવસે આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાયેલ છે અને તેમના પરીવારો માં અરેરાટી ફેલાઈ ગયેલ છે બનાવ બનતા પોલીસ,મામલતદાર,પીજીવીસીએલના અધિકારી  બનાવ ના સ્થળે તાત્કાલીક પહોંચી ગયેલ હતા.

(1:07 pm IST)