સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

જુનાગઢમાં વેપારીને ધમકી આપી રૂ.૪ લાખની ખંડણીની માંગણી

નામચીન શખ્સ સહિત બે સામે ફરીયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૬ : જુનાગઢમાં નામચીન શખ્સ સહિત બે ઇસમે વેપારીને ધમકી આપી રૂ.૪ લાખની ખંડણીની માંગણી કરતા સનસની મચી ગઇ હતી.

જુનાગઢમાં ચિત્તાખાના ચોક પાસે આવેલ ક્રિસ્ટલ કોમ્પ્લેક્ષ પાસે મોબાઇલ ફોનની દુકાન ધરાવતા અફરોજ અહમદભાઇ માલકાણી પાસે ગઇકાલે બપોરના તેમની દુકાને નામચીન શખ્સ મોહસીન હોલે હોલેએ રૂ. ૪ લાખની માંગણી કરી અને ધંધો કરવો હોયતો રૂપિયા આપવા પડશે તેમ કહીને. ધમકી આપી હતી.

જયારે નોમાનખાન પઠાણ નામના શખ્સે ફોનથી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ અંગે બી ડીવીઝન પોલીસે વેપારી ફરીયાદ લઇ બંને શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઇ. કે.કે.મારૂ  ચલાવી રહ્યા છે.

(1:02 pm IST)