સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

આવતીકાલથી ભાવનગરમાં શુભમ ઓર્થોપેડિક અને ડેન્ટલ હોસ્પિટલનો શુભારંભ

ડો.કુશલ દોશી અને ડો.માર્ગી દોશી સેવા આપશેઃ તબીબો- પરિવારજનો દ્વારા અભિનંદનવર્ષા

રાજકોટઃ ભાવનગર મુકામે કાળુભા રોડ, રસોઈ હોટલની સામે, શુભમ કોમ્પ્લેક્ષ પ્લોટ નં.૯૯ એ/૧, પહેલો અને બીજો માળ ખાતે શુભમ ઓર્થોપેડિક અને ડેન્ટલ હોસ્પિટલનો આવતીકાલે તા.૧૭ના રવિવારના શુભદિવસથી શુભારંભ થઈ રહ્યો છે.

જેમાં ડો.કુશલ દોશી (એમ.બી.ડી.ઓર્થો, એફઆઈએએસ) સેવા આપશે. જેઓએ સર.ટી. હોસ્પિટલ ભાવગનરમાં ઓર્થોપેડિક સર્જન તરીકે બે વર્ષનો અનુભવ, પલ્સ હોસ્પિટલ ભાવનગરમાં બે વર્ષ ફૂલટાઈમ ઓર્થોપેડિક સર્જન તરીકેનો અનુભવ, પી.એન.આર. હોસ્પિટલ- ભાવનગર ખાતે છેલ્લા ચાર વર્ષથી વિઝીટીંગ ઓર્થોપેડિક સર્જન તરીકે કાર્યરત, રામમંત્ર મંદીર કાળીયાબીડ / વિજયરાજનગર ખાતે છેલ્લા ચાર વર્ષથી વિઝીટીંગ ઓર્થોપેડીક સર્જન તરીકે કાર્યરત, સાદા, જટીલ, ફ્રેકચર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ઓર્થોસ્કોપી, સ્પાઈનનો બહોળો અનુભવ ધરાવે છે.

જયારે ડો.માર્ગી દોશી એમ.ડી.એસ. (ઓર્થોડોન્ટીસ્ટ) ઈન્ડિયન ઓર્થોડોન્ટીક સોસાયટી અને ઈન્ડિયન ડેન્ટલ એસોસીએશનના સભ્ય છે.

અનેક નેશનલ અને ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હાજરી આપી, આધુનિક સારવાર, નવી પધ્ધતિની જાણકારીથી પોતાના ફિલ્ડમાં અનેક નેશનલ અને ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હાજરી આપી છે. તેઓ અમદાવાદ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સિનિયર લેકચરર તરીકે જોડાયેલ હતા. રાજકોટમાં પંચનાથ ટ્રસ્ટ હોસ્પિટલ, ગોંડલમાં રામ સાર્વજનિક ટ્રસ્ટ એન્ડ હોસ્પિટલમાં ૪ વર્ષ કન્સલટન્ટ ઓર્થોડોન્ટીસ્ટ તરીકે તથા મુંદ્રા (કચ્છ)માં અદાણી હોસ્પિટલમાં પણ સેવા આપી છે. આ ઉપરાંત ભાવનગરમાં પણ વિવિધ હોસ્પિટલોમાં સેવા આપી છે.

રાજકોટના જૈન અગ્રણી શ્રી વી.ટી. તુરખીયાના દીકરી ડો.માર્ગી દોશી અને ડો.કુશલ દોશીના સસરા થાય છે.

વધુ માહિતી માટે મો.૭૪૩૩૯ ૭૨૯૭૨, ફોન- ૦૨૭૮- ૨૪૩૩૪૩૩ ઉપર સંપર્ક કરી શકાય છે.

(12:18 pm IST)