સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

ધોરાજીમાં ટ્રક પર દોરડા બાંધતી વખતે પડી જતાં ભીમજીભાઇનું મોત

રાજકોટ તા. ૧૬: ધોરાજીમાં ખરેડી રોડ પર ગુલાબનગરમાં રહેતાં ભીમજીભાઇ ગોપાલભાઇ દીયા (રજપૂત) (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ ચારેક દિવસ પહેલા ધોરાજીમાં ટ્રક ઉપર દોરડા બાંધી રહ્યા હતાં ત્યારે અકસ્માતે પડી જતાં ઇજા થતાં ધોરાજી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ગત મોડી રાતે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે છ ભાઇમાં મોટા હતાં.

(12:16 pm IST)