સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

માવતરેથી રૂપિયા લઇ આવી નહિ તો પતાવી દઇશ : પત્નીને મારમારી પતિએ ધમકી આપી

ગોંડલના ધરાળા ગામનો બનાવ : પતિ કૌશિક બસીયા સામે પોલીસમાં ફરિયાદ

ગોંડલ તા. ૧૬ : ગોંડલ તાલુકાનાં ધરાળા ગામે યુવાને પત્નીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી માવતરેથી પૈસા લઈ આવવા દબાણ કરાતાં પોલીસ ફરિયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ધરાડા ગામે રહેતા હિનાબેન કૌશિકભાઇ બસયા (ઉમર વર્ષ ૨૮) એ પોતાના પતિ વિરુદ્ઘ માર મારી જાનથી મારી નાખવાની ધમકી અને માવતરે થી પૈસા લઈ આવવા દબાણ કરાતું હોવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૯૮ ક ૩૨૩ ૫૦૪ ૫૦૬ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે તેમના પતિ અને બે પુત્રો ઘરે હાજર હતા ત્યારે પતિ કૌશિક એ કહ્યું હતું કે મારી ટુરની પરમીટ કયાં મૂકી છે જે બાબતે તેની મને ખબર નથી તેવું કહેતા ઉશ્કેરાઈ જઈ ગાળો ભાંડી , ધક્કો મારી નીચે પછાડી માથામાં ઈજા કરી ઢીકાપાટુનો માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી અને કહ્યું હતું કે માવતરેથી પૈસા લઈ આવ નહિતર મારી નાખીશ આવો અવારનવાર શારિરીક માનસિક ત્રાસ અપાતો હોય પરણીતાએ નાછૂટકે પોલીસ ફરિયાદ નોંધાવવી પડી હતી.

(12:15 pm IST)