સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

મોરબીમાં 'નવયુગ રાસ રમઝટ'માં વિદ્યાર્થીઓ મન મૂકીને ઝૂમ્યા

મોરબી : નવયુગ મહિલા સાયન્સ કોલેજ ખાતે નવરાત્રીના નવલા નોરતા દરમિયાન નવયુગ રાસ ગરબા-ર૦ર૧નુંઆયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટુડન્ટસ ખેલૈયાઓને હોંશભેર વિવિધ વસ્ત્રો પરિધાનમાંજોડાઇને ગરબામાં ચાર ચાંદ લગાવ્યા હતા.  જેમાં પ્રિન્સેસ ઓફ નવયુગનો એવોર્ડ વિડજા સ્વાતિ, વેલ ડ્રેસનો એવોર્ડ ફિચડીયા કેશવી અને બેસ્ટ પર્ફોમરનો એવોર્ડ જાડેજા ખુશીબાને મળ્યો હતો. નિર્ણાયક તરીકે જીજ્ઞાસાબેન ગોસ્વામી અને સિલ્વાબેન કામરીયા એ ફરજ બજાવી હતી. આયોજનને સફળ બનાવવામાં સર્વે કોલેજ સ્ટાફે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શક હેઠળ જહેમત ઉઠાવી હતી.

(12:08 pm IST)