જો કરી છે ને !! મોરબીમાં તસ્કરો દસ વ્હીલ વાળું ડમ્પર ઉપાડી ગ્યા !!
ટીંબડીના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસ સામેથી જ ડમ્પર ઉપડી ગ્યું.
મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ટીંબડીના પાટીયા પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસ સામે ખુલ્લા પાર્કીંગમાંથી રાખેલ ૧૦ વ્હીલ વાળુ ડમ્પર તસ્કરો ઉપાડી જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર ટીંબડીના પાટીયા કલ્યાણ નામની ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા અને ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી અનીલભાઇ દાનાભાઇ વસરાની માલિકીનું ટાટા કંપનીનુ દસ વીલ વાળુ ડમ્પર રજીસ્ટ્રેશન નંબર-GJ-03-AX- 5149 કીંમત રૂપીયા ૪૯૦૦૦૦ વાળું કોઈ અજાણ્યો તસ્કર પાર્કિંગમાંથી ઉઠાવી જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ ડમ્પર ચોરીની ઘટનામાં મોરબી તાલુકા પોલીસે અનિલભાઈની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.