સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

રિસામણે બેઠેલા જોશનાબેને પુત્રને તેડતા જેઠ સહિતના સસરિયાઓએ હુમલો કરતા ત્રણને ઈજા.

મોરબીના પાનેલી ગામની ઘટનામાં સાસરિયા પક્ષે ઘરે આવીને હુમલો કરતા ત્રણને ઇજા.

 મોરબીના પાનેલી ગામે રિસામણે બેઠેલા પરિણીતા પોતાના ભાભી સાથે તેમના સસરાના ઘર પાસેથી પસાર થતા હતા ત્યારે તેમનો પુત્ર શેરીમાં રમતો હોવાથી પુત્રને તેડતા આ મામલે પરિણીતાના પતિ, જેઠ સહિતના સસરિયાઓ દ્વારા નણંદ ભોજાઈને માર મારવાની સાથે ઘર સુધી પહોંચી કુહાડાના ઘા ઝીકી લેતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ પાનેલી ગામે નવાપરા વિસ્તારમાં રહેતા જોશનાબેન ગુણવંતભાઇ દાનાભાઇ ચાવડાને સસરિયાઓનો ત્રાસ હોય હાલમાં તેમના પિતા દેવજીભાઇ પરસોતમભાઇ હડીયલના ઘરે રહે છે. દરમિયાન ગઈકાલે જોશનાબેન તેમના ભાઈના પત્ની રમાબેન સાથે જતા હતા ત્યારે તેમના સસરાના ઘર પાસેથી પસાર થતા જોશનાબેનનો પુત્ર બહાર રમતો હોવાથી તેમને પોતાના પુત્રને તેડી રમાડયો હતો.
બીજી તરફ જોશનાબેને પોતાના પુત્રને તેડતા પતિ ગુણવંતભાઇ દાનાભાઇ ચાવડા, જેઠ ભુરાભાઇ દાનાભાઇ ચાવડા જયેશભાઇ ચાવડા અને હરેશભાઇ ચાવડા સાહિતનાઓને ન ગમતા બન્ને નણંદ ભોજાઈને માર મારવા તમામ સાસરિયા એક સંપ કરીને ધસી આવ્યા હતા અને જોશનાબેન, રમાબેન તથા જોશનાબેનના ભાઈ વિનોદભાઈને માર મારી કુહાડાના ઘા ઝીકતા ઇજાઓ પહોંચી હતી.

(11:39 am IST)