સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

મોરબીના રણછોડનગરમાં ઉભરાતી ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ.

અનેક રજુઆત કરવા છતાં તંત્રની ઊંઘ ન ઉડતા ગંદકીથી રોગચાળાનું જોખમ

 મોરબીના રણછોડનગર વિસ્તારમાં ઉભરાતી ગટરની ગંદકીએ માજા મૂકી છે.ગટરની ગંદકીથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે અનેક રજુઆત કરવા છતાં તંત્રની ઊંઘ ન ઉડતા ગંદકીથી રોગચાળાનું જોખમ ઉભું થયું છે.
મોરબીના રણછોડનગર વિસ્તારમાં બંસી પાનવાળી ગલી અમૃત પાર્ક શેરી નંબર-5 માં એક મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં નગરપાલિકાના સફાઈ કામદારો ભૂગર્ભ ગટરની સફાઈ કરવા આવતા જ ન હોવાથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ ગઈ છે. પરિણામે ભૂગર્ભ ગટરની ગંદકી ઓવરફ્લો થઈ રહી છે અને નદીના વહેણની જેમ આ શેરીમાં ગટરના ગંદા પાણી વહે છે. જો કે આ બાબતે રજુઆત કરવા છતાં પણ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા ગટરની ગંદકીથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે.આથી વહેલાસર તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવવા યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

(11:41 am IST)