સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

ધોરાજીમાં ફાફડા-જલેબીની લોકોએ મોજ માણી

ધોરાજી : ધોરાજી ખાતે દશેરાના પાવન પર્વ નીમિતે ધોરાજી વાસીઓ તથા આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોએ ફાફડા, જલેબીની મજા માણી હતી. જો કે ધોરાજી શહેરના ગાંઠીયા, ચીપ્‍સ, જલેબી, સહિતની વેરાયટીનો સ્‍વાદ લેવા લોકો બહારગામથી ઉમટી પડે છે. દશેરાના  પવિત્ર તહેવારના અનુસંધાને ધોરાજીના પ્રખ્‍યાત સુખડીયા ગોતમ મીઠાઇ આર. બી. સુખડીયા, ગજાનંદ સ્‍વીટ, રસીકભાઇ સુખડીયા, ગજાનંદ સ્‍વીટ, રસીકભાઇ સુખડીયા, સહિતના વેપારીઓ ધોરાજીવાસીઓ ફાફડા, તેમજ જલેબીનો સ્‍વાદ માણેલ હતો અને દશેરાની ઉજવણી કરેલ હતી. (તસ્‍વીર - અહેવાલ : ધર્મેન્‍દ્ર બાબરીયા-ધોરાજી) 

 

(11:12 am IST)