સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

વાંકાનેરમાં શ્રી ગાયત્રી મંદિરે દશેરા નિમિતે પંચકુંડી ‘હવન' યોજાયો

વાંકાનેરઃ વાંકાનેર માં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્‍થળ શ્રી ગાયત્રી મંદિર ખાતે શ્રી વેદ માતા શ્રી ગાયત્રી માતાજીના પાવન સાનિધ્‍યમાં નવરાત્રી ની નવ દિવસની માતાજીની આરાધના બાદ ‘દશેરા'ના પાવન પર્વે માતાજી નો પાંચ કુંડીનો ‘હોમત્‍મક યજ્ઞ' યોજાયેલ હતો જે યજ્ઞમાં શ્રી ગાયત્રી પરિવારના ભાવિક ભાઈઓ , બહેનો બેઠા હતા તેમજ આ યજ્ઞ માં શ્રી ગાયત્રી પરિવારના શ્રી અશ્વિનભાઇ રાવલ સહિત ભૂદેવો બેઠા હતા અને સહુએ યજ્ઞ ના દર્શનનો લાભ લીધેલ હતો. નવરાત્રી દરમ્‍યાન સતત નવ દિવસ દરરોજ સાંજના ૫ થી ૮ દરમ્‍યાન બાળાઓ માતાજીની આરાધના કરી માતાજીના ગરબાની રંગત જમાવેલ હતી તેમજ નવરાત્રી દરમ્‍યાન માતાજીની સવારીના આયોજન થતા હતા નવરાત્રી ની ભક્‍તિભાવ પૂર્વક ઉજવણી શ્રી ગાયત્રી મંદિર ખાતે થયેલ છે તેમજ દશેરાના હવનના દર્શનનો વીશાળ સંખ્‍યા માં ભાવિકોએ દર્શન નો લાભ લીધેલ હતો જે યાદી શ્રી ગાયત્રી શકિત પીઠ ના શ્રી અશ્વિનભાઇ રાવલ ની યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીર-અહેવાલ : હિતેશ રાચ્‍છ-વાંકાનેર)

 

(11:06 am IST)