સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

ભુજ કોંગ્રેસ દ્વારા મોંઘવારીનાં પુતળાનું દહન

કોંગ્રેસનાં ર૦ આગેવાનોની ધરપકડ

ભુજ તા. ૧૬ :.. જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્‍દ્રસિંહ જાડેજાનાં માર્ગદર્શન તળે ભુજ નગરપાલીકા વિપક્ષી નેતા કાસમભાઇ સમા તથા હમીદ સમાની આગેવાની તળે અનમ રીંગ રોડ ત્રણ રસ્‍તા ભુજ મધે ભાજપ સરકારની પ્રજાવિરોધી નીતીનો વિરોધ કરવા મોંઘવારીનાં પુતળાનું દહન કરાયુ હતું જેનાં બચાવમાં પોલીસ ભાજપનાં એજન્‍ટની ભૂમિકામાં આવી જતાં નિયમવિરૂધ્‍ધ આગેવાનોની ધરપકડ કરી હતી. જેનાથી વાતાવરણ તંગ બન્‍યું હતું અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું જેમાં કોંગ્રેસનાં આગેવાનો કાસમભાઇ સમા વિપક્ષી નેતા, રસીકબા જાડેજા, હમીદભાઇ સમા (દંડક) હાસમભાઇ સમા, ધીરજ રૂપાણી, આકિલ સમા, મુસ્‍તાક હિંગોરજા, શેહજાદ સમા, કિશન પટણી, વસીમ સમા, વાલજી મહેશ્વરી, ઇમરાન બ્રેર, આદમભાઇ કુંભાર, વિ. આગેવાનો સહિત કાર્યકરોએ ધરપકડ વ્‍હોરી હતી.
પ્રજાનો અવાજ દબાવવા તથા મોંઘવારી જેવા સંવેદનશીલ મુદામાં પોલીસે આગેવાનોની ધરપકડ કરી તે બાબતને જીલ્લા પ્રમુખ યજૂવેન્‍દ્રસિંહ, વી. કે. હુંબલ, વિ. એ વખોડી હતી એવુ જીલ્લા પ્રવકતા ગની કુંભાર દ્વારા જણાવાયું છે.

 

(11:00 am IST)