સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

પોરબંદરમાં રાશનકાર્ડ ઉપર નબળી ગુણવત્તાના અનાજ વિતરણની ફરિયાદો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૬ : બીપીએલ કાર્ડ અન્નપુર્ણા કાર્ડ સહિત રેશનકાર્ડ ધારકોને વિતરણ કરાતુ અનાજ નબળી ગુણવતાનું હોવાની ફરીયાદો ઉઠી છે.

રેશનકાર્ડ ઉપર રાબેતા મુજબ ૧૨ માસે નિયમિત અનાજ તેમજ તહેવારો ઉપર વધારાના અનાજનો જથ્થો ખાદ્યતેલ ખાંડ વગેરે વિતરણ કરવામા આવે છે પરંતુ આ તમામ વસ્તુઓની ગુણવતા હલકી હોવાની ફરીયાદો ઉઠી છે.

રેશનકાર્ડ ઉપર હલકી કક્ષાની ગુણવતાવાળા અનાજ વિતરણની ફરીયાદ કલેકટર સુધી કરવામા આવે છે. કલેકટર લોકોના પ્રશ્નો સાંભળવા સોમવાર અને ગુરૂવાર એમ બે દિવસ અઠવાડીયામાં આવે છે પરંતુ લોકો પ્રશ્નો રજૂ કરવા જાય ત્યારે કલેકટર મોટાભાગના લોકોના પ્રશ્નો આરડીસી અથવા ચીટનીસને મોકલી આપે છે. લોકોની માંગણી મુજબ કલેકટરે ખુદ લોકોની યાતનાનો ઉકેલ લાવવા જોઇએ છે.

(10:57 am IST)