સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th October 2021

સાવરકુંડલા : મેવાસામાં શ્રી મહાકાળી ધામમાં નવચંડી યજ્ઞ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૧૬ : કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી માતાજીના સ્થાનકે નવચંડી યજ્ઞનું આયોજન થઇ શકયું નથી. તેથી આ વર્ષે સૌ પરિવારજનોની લાગણી, માંગણી અને મહાકાળી માતાજીની અસીમ કૃપાથી તા. ૧૭ને રવિવારે નવચંડી યજ્ઞનું આયોજન રાખેલ છે.

જેમાં આજે રાત્રે પરિવાર મીટીંગ, યજ્ઞ યજમાનની વરણી અને દિવંગત સ્વજનોને શ્રધ્ધાંજલિ રવિવારે ૬.૩૦ વાગ્યે યજ્ઞ પ્રારંભ થશે. પ્રમુખશ્રીનું પ્રાસંગિક ઉદ્બોધન, આવક-જાવકનો હિસાબ - અહેવાલ, બાંધકામની બાકી રકમ જમા કરાવવી. યજ્ઞ વિધિ શાસ્ત્રી શ્રી તુષારભાઇ અને શાસ્ત્રી શ્રી વિજયભાઇ કરાવશે.

વધુ વિગત માટે જયસુખભાઇ એચ. મહેતા - પ્રમુખશ્રી (૯૧૦૬૮૩૭૨૧૬) ઊના, પ્રવીણભાઈ એચ. મહેતા -મંત્રી (૯૪૨૯૦૭૫૯૮૧) સાવરકુંડલા, બાબુભાઈ આર. ધાંધિયા - પૂજારીશ્રી- ભૂવા (૯૯૭૮૨૯૦૪૭૯) મેવાસા, સંજયભાઈ એચ. ધાંધિયા - પઢિયાર ભૂવા (૯૯૭૮૨૯૦૪૭૯) આદસંગનો સંપર્ક કરવો.

કમિટિ સભ્યો હરેશભાઈ પી. મહેતા, ચંદ્રકાંતભાઈ એલ. મહેતા, જીતેન્દ્રભાઈ એચ. મહેતા, પ્રતાપભાઈ એમ. મહેતા, દિનેશભાઇ આર. મહેતા, વિનોદભાઈ એમ. મહેતા, ધીરૂભાઈ એન. મહેતા, સતિષભાઈ બી. મહેતા તથા શ્રી મહાકાળી માતાજી- ધાંધિયા પરિવાર મંડળ- મેવાસા ટીમ જહેમત ઉઠાવે છે.

સમગ્ર વિશ્વમાંથી કોરોના મહામારીનો નાશ થાય, સુખ, શાન્તિ અને સમૃદ્ઘિ વધે તેમજ પરસ્પર ભાતૃભાવ, પ્રેમ, લાગણી, કુટુંબ ભાવના વધે એ માટે ધાંધિયા પરિવાર તરફથી 'ઁ શ્રી મહાકાલિયે નમઃ' એ મંત્રનાં ૧,૦૦,૦૦,૦૦૦ (એક કરોડ) જપનો સંકલ્પ તા. ૧-૧૦-૨૦૨૦થી પ્રમુખશ્રીએ કરેલ છે. જેમણે આ જપનાં અનુષ્ઠાનમાં સંમિલિત થવું હોય, એમણે પ્રમુખશ્રીનો સંપર્ક કરવો. નવચંડી યજ્ઞ પ્રસંગે ભોજન મહાપ્રસાદનાં દાતા તરીકે સમર્પણ કરવું હોય, તે વ્યકિત કે પરિવારે કમિટીનો સંપર્ક કરવો તેમ જણાવ્યું છે.

(10:54 am IST)