સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

મુખમૈથુન કરાવી વીડિયો ઉતારી લઇને ૭ લાખની ખંડણી માંગી

વેરાવળના ભાલકાના વેપારીની ફરિયાદના આધારે ૩ શખ્સોની અટકાયત : ચકચારી ઘટનાથી ખળભળાટ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૧૬ : વેરાવળ ભાલકા વિસ્તારમાં લાકડાની લાટી ધરાવતા વેપારીને સોમનાથ ટોકીઝ વિસ્તારમાં બોલાવી મકાનમાં પુરી દઈ મુખમૈથુન કરાવી વીડીયો ઉતારી ફોન, રૂબરૂ ધમકી આપી સાત લાખ માંગતા પોલીસ ફરીયાદ કરતા ત્રણ ની અટકાયત કરાયેલ છે.

ભાલકા કૈલાશ સોસાયટીમાં રહેતા ભીડીયા રોડ બંદરના દરવાજા સામે લાકડા ની લાટી ધરાવતા મયુર જેન્તીલાલ કોરીયા ને તા.૧૧/૮ થી તા.૧પ/૯ સુધીમાં સોમનાથ ટોકીઝ વિસ્તારમાં રહેતા અમન સીદીક,સાહીદ મુહેબુબ ફકીર, મોહસીન સતાર છુરીએ કાવતરૂ રચી ફોન કરીને પોતાના વિસ્તારમાં બોલાવી નવા મકાનમાં લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી મુખમૈથુન કરાવી વીડીયો ઉતારી લીધેલ હતો ત્યારબાદ આ વીડીયો મોકલી વારંવાર ફોનથી તથા રૂબરૂ અઢી લાખની માંગણી કરેલ ત્યારબાદ લાકડાની લાટીએ જઈ બળજબરીથી પૈસા કઢાવવા માટે સાડા ચાર લાખ રૂપીયા માંગેલ હતા અને ધમકી આપેલ કે સાંજ સુધીમાં પૈસા આપી જવા. જો નહી આપે તો જે વીડીયો ઉતારેલ છે તે વાયરલ કરી દેવામાં આવશે.

ત્રણેયે કુલ સાત લાખ રૂપીયાની માંગણી કરેલ હતી જેથી ફરીયાદ થતા પોલીસે ત્રણેય સામે પોલીસે ગુનો નોંધી અટકાયત કરેલ છે. વેરાવળ શહેરમાં પહેલી જ વાર આવો  બનાવ બનતા ભારે ચકચાર જાગેલ છે.

(12:58 pm IST)