સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

પોરબંદરમાં કોરોનાના પ પોઝીટીવ કેસ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,  તા.૧૬ :  કોરોનાના ગઇકાલે વધુ પ પોઝટિીવ કેસ આવ્યા છે. જેમાં ખારવાવાડના ૪૦ વર્ષના યુવક તથા મફતીયાપરાના ૪૧ વર્ષના યુવક તેમજ રાણા બોરડીના ૬૩ વર્ષના પુરૂષ તથા ૪૯ વર્ષની મહિલા તેમજ અન્ય એક યુવતીનો સમાવેશ થાય છે. કોરોનાની સારવારમાં એક દર્દી સાજા થતા તેમને હોસ્પિટલમાં રજા અપાઇ છે. સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોના હાલ ર૧  દર્દી, કોવિડ સેન્ટરમાં પ દર્દી તેમજ હોમ આઇસોલેશનમાં ૭ દર્દીઓ છે.

(12:56 pm IST)