સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

સમસ્ત હાલાર લોહાણા સમાજ દ્વારા કોરોના મહામારી સામે જનજાગૃતિ અભિયાન અંગે યોજાઇ ટેલીફોન ચીંતન બેઠક

સંયોજક જીતુભાઇ લાલ અને સહ સંયોજક મોટાભાઇ દ્વારા અપાયુ માર્ગદર્શન જન જાગૃતિ અભિયાન પત્રિકા અને નાસ મશીન વેચાણ અંગે નિર્ણય કરાયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૬ :.. સમસ્ત હાલાર લોહાણા સમાજના સંયોજક જીતુભાઇ લાલ અને સહ સંયોજક દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ)ના માર્ગદર્શન હેઠળ સમસ્ત હાલાર લોહાણા સમાજમાં કોરોના મહામારી સામે જન જાગૃતિ અભિયાન અંગેની એક ટેલીફોનીક મીટીંગ ગઇકાલે લોહાણા મહાજન જામનગરના મંત્રી રમેશભાઇ દતાણીની ઓફીસ ખાતે મળી હતી જેમાં જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમાજના વડીલો, આગેવાનો, ડોકટરો, પ્રમુખોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતાં.

આ ટેલીફોનીક મીટીંગમાં બારાડી લોહાણા મહાજનના મંત્રી નિલેશભાઇ કાનાણી, જામનગરના રઘુવંશી અગ્રણી ગીરીશભાઇ ગણાત્રા, સેવાભાવી અજયભાઇ કોટેચા, આરોગ્ય વિભાગના નાથુભાઇ મોદી વિગેરેએ સાથે મળી અને બન્ને જિલ્લાના સમાજના આગેવાનોના સૂચનો, અભિપ્રયા મેળવી અને હાલના કોરોના મહામારી સમયમાં સમાજમાં કઇ રીતે જાગૃતતા આવે સેવા પ્રયત્નો કરવા જોઇએ તે અંગેની ચર્ચાઓ થઇ હતી. અને કોરોનાથી બચવા અન્ય  ઘટતા પગલા સમાજ લેવલે લઇ શકાય તે બાબતે ચિંતન મંથન કરવામાં આવ્યુ હતું. અને ગામો ગામ પત્રીકા-મશીન આપવામાં આવશે.

 આ માટે એક કોરોના મહામારી સામે જન જાગૃતિ અભિયાનની એક પત્રિકા સમસ્ત હાલાર લોહાણા સમાજના નામથી બહાર પાડવા માટે નિર્ણય કરાયો અને નાસ મશીનનુ વિતરણ પડતર કિંમતે થાય તેવુ  નકકી કરવામાં આવ્યા છે.

(12:52 pm IST)