જસદણના ભંડારીયામાં બુકાનીધારી લુંટારૂ ત્રાટકયાઃ દેવીપૂજક મહિલાના દાગીનાની લૂંટ
જસદણ તા. ૧૬ : જસદણ તાલુકાના ભંડારીયા ગામે ગઇકાલે રાત્રે બે બુકાની ધારી શખ્સોએ દેવીપૂજક મહિલાના દાગીનાની લૂંટ ચલાવતા ચકચાર જાગી છે.
જસદણ તાલુકાના ભંડારીયા ગામે રહેતા દેવીપૂજક ઉમેશભાઇ અમુભાઇ સાંઢમીયા (ઉ.વ.૩૫)એ ભાડલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તા. ૧૫-૧ની રાત્રે બે કલાકે બુકાનીધારી બે અજાણ્યા શખસોએ ભંડારીયા ગામે ગઢડીયા (જામ) રોડ ઉપર તેમના ઘરે ઝુંપડામાં આવીને તેમના પત્ની વીરાબેન ઉમેશભાઇ સાંઢમીયાએ પહેરેલા ચાંદીના કડલા બે નંગ કિંમત રૂપિયા વીસ હજાર તથા કાનમાં પહેરવાની સોનાની પોખા રૂપિયા પંદર હજારની મળીને કુલ રૂપિયા પાંત્રીસ હજારના મુદ્દામાલની લુંટ ચલાવી હતી. ધોકા વડે માર મારી લુંટ ચલાવી બે અજાણ્યા શખ્સો નાસી છુટયા હતા. વધુ તપાસ ભાડલા પીએસઆઇ આર.એ.ઝાલા ચલાવી રહ્યા છે.