સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th October 2021

ચાર મહિના પૂર્વે મોરબી તાલુકાની સગીરાનું અપહરણ કરનાર ઝડપાયો.

સગીરાને ઉઠાવી જનાર હળવદનો શખ્સ મકનસરની સીમમાં વાડીએ કામે લાગી ગયો હતો

મોરબી : ચારેક માસ પૂર્વે મોરબી તાલુકાની સગીરનું અપહરણ કરી જનાર શખ્સને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે મકનસર ગામની સીમમાંથી ઝડપી ભોગ બનનાર સગીરા સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસને સોંપ્યો હતો.
આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજા, એ.એસ.આઇ. રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, પો.હેડકોન્સ. દશરથસિંહ ચાવડા, ફુલીબેન તરાર, પો.કોન્સ. નંદલાલ વરમોરા અને અશોકસિંહ ચુડાસમા દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

(12:48 pm IST)