ભાણવડ પાલિકામાં હોદેદારોની પસંદગીમાટે કોંગ્રેસમાં કસરત શરૂ
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૪ : ભાણવડની પાલિકામાં કોંગ્રેસે રપ વર્ષ પછી વિજય મેળવ્યો હોય તથા શહેરના મતદારોએ ર૪માંથી ૧૬ બેઠકોની તોતીંગ બહુમતિ આપેલી હોય નવી પાલિકા અને ૧૬ કરોડની ગ્રાંટથી ભરપુર તિજોરી સાથેની પાલિકામાં સારા હોદેદારો પ્રમુખ ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનની નિમણુંક માટે કસરત શરૂ કરીને કોંગ્રેસ દ્વારા સારા હોદેદારો આવે તથા ર૦રરની વિધાનસભા ચુંટણીમાં તેનો મોટો ફાયદો થાય તે માટે વિચારણા કરી રહયા છે.
મુખ્ય હોદા પ્રમુખપદ માટે લોહાણા સતવારા અને બ્રાહ્મણ ઉમેદવારમાંથી પસંદગગી થાય તેમ છે. જો કે પ્રમુખ પદ બીન અનામત હોય તથા રઘુવંશી સમાજના મતો અંકે કરવા પ્રમુખ તરીકે વજનદાર વેપારી કુટુંબના સદસ્યની પસંદગી થાય તો નવાઇ નહી તો સતાવરાના સદસ્યો કોંગ્રેસમાંથી મોટી સંખ્યામાં ચુંટાયા છે. જેથી એક મહિલા સદસ્યને ભાજપે કારોબારી સદસ્ય ના બનાવતા તેના વિવાદથી પાલિકા સુપરસીડ અને પછી નવી બોડી કોંગ્રેસની આવી હોય વિપ્ર સદસ્ય પણ સારા હોદાના આશાવાદી છે.