દ્વારકામાં કોર્ટ કેસનો ખાર રાખી પુર્વ પતિ સહિતનો પત્ની-સાળી ઉપર હુમલો
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧પ : દ્વારકાના ટીવી સ્ટેશન પાસે ગોવાળીયાધામ પાછળ રહેતા ખેરૂનબેન ભીખુભાઇ સમા (ઉ.૩પ) નાએ દ્વારકા પોલીસ મથકમાં પૂર્વ પતિ અકબર સુલેમાન મચ્છીયારા તથા તેના ભાઇ જુસબ સુલેમાન સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગઇકાલે ટીવી ઘરથી થોડે આગળ અનાજની ઘંટીએથી હું તથા મારી બહેન આશા (ઉ.૩પ) દરણું લઇને ઘરે જતા હતા ત્યારે અકબર અને તેનો ભાઇ જુસબે ધોકા અને છરી વડે હુમલો કરતા ઇજા થવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. ખેરૂનબેનના કહેવા મુજબ અકબર તેમના પતિ થતાં હોય અને તેમને બેવર્ષ પહેલા છુટાછેડા લીધા હતા જે બાદ તેમના વિરૂધ્ધ મારા અને ચાર બાળકોના ભરણપોષણ અંગે કોર્ટમાં કેસ કરેલ છે. તેનો ખાર રાખી કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપી મને તથા મારી બહેનને મારમારી ઇજા કરી હતી. બનાવ અંગે દ્વારકા પોલીસે બન્ને શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છ.ે