સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th July 2021

ઓખામાં ઘડેચી માતાજીના મંદિરે બારાઇ પરિવાર દ્વારા હવન : ૨ સુવર્ણ છત્ર અર્પણ

(ભરત બારાઇ દ્વારા) ઓખા,તા. ૧૫: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ગામમાં એક ઘડેચી માતાનું પૌરાણિક મંદિર આવેલ છે.મૂળ ઓખા ના અને હાલ નાગપુર (રાજુરા) સ્વ.કાંતિલાલ હરિદાસ બારાઈ પરિવાર રહે છે .આ પૌરાણિક મંદિર પ્રત્યે અતૂટ લાગણી અને શ્રધ્ધા રાખે છે ત્યારે હાલમાં કોરોનાની મહામારી ચાલતી હોય અને કોરોનાની મહામારીમાંથી જલ્દી મુકિત આપે એવી પ્રાર્થના સાથે સ્વ.કાંતિલાલ હરિદાસ બારાઈના પરિવાર દ્વારા હવન કરવામાં આવ્યો. સ્વ.કાંતિલાલ હરિદાસ બારાઈના પરિવાર દ્વારા આ પૌરાણિક ઘડેચી માતાના મંદિરે અંદાજિત રૂ.૧૧૧૦૦૦ ( એક લાખ અગિયાર હજાર ) કિંમતનું ૨ તોલા સુવર્ણ નું છત્ર અર્પણ કરવામાં આવેલ.આ સાથે સ્વ.કાંતિલાલ હરિદાસ બારાઈ પરિવારની અતૂટ શ્રધ્ધા હોય ત્યારે ઘડેચી માતાના મંદિરના પૂજારીને કહેલ કે ભવિષ્યમાં પણ કોઈ સેવા હશે તો યથા શકિત પુરવાર કરીશું.આ સમગ્ર યજ્ઞના આચાર્ય શ્રી મેહુલભાઈ જોષી તથા ઓખાના શાસ્ત્રી શ્રી ગૌરાંગભાઈ જોષી દ્વારા વિધિવિધાન કરવામાં આવ્યું અને તેમની સાથે જયેશભાઇ અસવાર તથા વિશાલભાઈ જોષી સાથે રહ્યા હતા.

(11:37 am IST)