સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th July 2021

પડધરીના મકાજી મેઘપરમાં નવોઢા પૂજાએ ઝેરી દવા પીધી

રાજકોટ તા. ૧૫: પડધરીના મકાજી મેઘપર ગામે ધીરૂભાઇની વાડીમાં પતિ સહિતના સાસરીયા સાથે રહેતી મુળ મધ્‍યપ્રદેશની નવોઢા પૂજા કલ્‍પેશ બામણીયા (ઉ.વ.૧૮)એ ઝેરી દવા પી લેતારં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે.

પૂજાએ સાંજે વાડીએ ઝેર પી લેતાં ઉલ્‍ટીઓ કરવા માંડતાં પડધરી સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના આર. બી. સાંબડે પડધરી પોલીસને જાણ કરી હતી. પૂજાના લગ્ન બે મહિના પહેલા જ થયા છે. તેણે આ પગલુ શા માટે ભર્યુ? તે અંગે પરિવારજનો કંઇ જાણતાં ન હોઇ પોલીસે પૂજાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

(11:11 am IST)