પવન અને ઠંડીનું જોર ઘટયું
લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા મિશ્ર રૂતુનો અહેસાસ
રાજકોટ, તા. ૧પ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને પવનના જોરની સાથો સાથે ઠંડીનું જોર પણ ઘટયું છે અને થોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડીની સમયે ઠંડીની અસર વર્તાય છે.
જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે. બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જાય છે.
આજે પણ વહેલી સવારથી લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી જતા ઠંડીમાં રાહતનો અનુભવ થઇ રહ્યો છે.
આજે સૌથી નીચુ લઘુતમ તાપમાન કચ્છના નલીયાનું ૧ર.ર ડીગ્રી, રાજકોટ ૧૪.૬ ડીગ્રી, સુરેન્દ્રનગર ૧પ.૮ ડીગ્રી, જામનગર ૧૭.૦ ડીગ્રી નોંધાયું છે.
જામનગર
જામનગર : શહેરનું લઘુતમ તાપમાન ૧૭, મહત્તમ ૩૧, ભેજ પ૩ ટકા અને પવનની ઝડપ ૮.૮ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.(૮.૬)
કયાં કેટલી ઠંડી |
|
શહેર |
લઘુતમ તાપમાન |
નલીયા |
૧ર.ર ડીગ્રી |
ગાંધીનગર |
૧૩.૦ |
ભુજ |
૧૪.૦ |
ડીસા |
૧૪.ર |
રાજકોટ |
૧૪.૬ |
અમદાવાદ |
૧૪.૭ |
વડોદરા |
૧પ.૪ |
ન્યુ કંડલા |
૧પ.૪ |
દ્વારકા |
૧૬.પ |
જામનગર |
૧૭.૦ |
વલસાડ |
૧૭.૧ |
દીવ |
૧૮.૦ |
ભાવનગર |
૧૯.૯ |