સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

વવાણીયામાં મુખ્યમંત્રીના કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઈ.

મુખ્યમંત્રીના આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થા, હેલીપેડ, સ્ટેજ, ગ્રીનરૂમ, બેઠક વ્યવસ્થા ટ્રાફીક પાર્કિગ, વિજપુરવઠો, કાર્યક્રમના સ્થળે એમ્બ્યુલન્સ, મેડીકલટીમ સહિત વિવિધ વિભાગોની કામગીરી અંગે અધિકારીઓને સુચના

મોરબી :  માતૃશ્રી રામબાઇમાની જગ્યા વવાણીયા ખાતે તા. ૧૭ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી પધારવાના હોય જેથી પૂર્વ તૈયારીના ભાગરૂપે મંત્રી બ્રિજેશ મેરજાની ખાસ ઉપસ્થિતિમાં ઇન્ચાર્જ કલેકટર પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઈ હતી

આ બેઠકમાં મુખ્યમંત્રીના આગમનને પગલે સુરક્ષા વ્યવસ્થા, હેલીપેડ, સ્ટેજ, ગ્રીનરૂમ, બેઠક વ્યવસ્થા ટ્રાફીક પાર્કિગ, વિજપુરવઠો, કાર્યક્રમના સ્થળે એમ્બ્યુલન્સ, મેડીકલટીમ સહિત વિવિધ વિભાગોની કામગીરી અંગે અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી.
બેઠકમાં અધિક કલેક્ટર એન.કે. મુછાર, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા,  સહિતના અગ્રણીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

   

(11:01 pm IST)