સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

જૂનાગઢના પીપલાણામાં સ્વામિનારાયણ મંદિર પાટોત્સવમાં ભૂપેન્દ્રભાઇ - સી.આર.પાટીલ હાજરી આપશે

દિક્ષાધામ ખાતે ૬૮માં વાર્ષિક મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ - માણાવદર તા. ૧૪ : માણાવદર તાલુકાના પીપલાણામાં શ્રી સ્વામિનારાયણ મંદિરે બિરાજમાન દેવોના ૬૮માં પાટોત્સવમાં તા. ૨૭ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ કેબિનેટ મંત્રી તથા ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, મંદિરના કોઠારી તથા સંતો, જૂનાગઢ પૂર્વ મેયર ધીરૃભાઇ ગોહેલ તેમજ જી.કે.પ્રજાપતિ વિગેરે હરિભકતોએ મળી આમંત્રણ આપેલ છે જે સ્વીકારતા તા. ૨૭ના સવારે ૯ થી ૧૨ દરમિયાન પીપલાણા ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ આ કાર્યક્રમમાં મકાન માર્ગ વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદી, પ્રભારી મંત્રી અરવિંદભાઇ રૈયાણી, પશુપાલન મંત્રી દેવાભાઇ માલણ તેમજ સાંસદો, ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ ૧૨થી ૧૫ હજાર જેટલા દેશ-વિદેશના ભકતો હાજર રહેશે. આ માહિતી મંદિરના કોઠારીશ્રીએ આપેલ.
કાળ કર્મે મંદિર જર્જરીત થતાં પ.પૂ.સદ્.મહંત મોહનપ્રસાદદાસજી સ્વામીએ રાજસ્થાનના ગુલાબી પથ્થરમાં પાંચ શિખરો, બે મોટા ધુંમટ, નાની નવ ધુંમટી વાળુ ભવ્ય મંદિર બનાવ્યું, જેનો અંદાજીત ખર્ચ ૧૮ કરોડ જેટલો થયેલ, મંદિર તૈયાર થતાં ઈ.સ.ર૦૧પમાં જે તે વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ઓપનીંગ કરવામાં આવ્યું, અને આમ જનતાના દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યું.
આ મંદિરનું પરિસર પ૦ વિઘા જમીનમાં વિસ્તરેલ છે, જેમાં હરિભક્તોના ઉતારા, સ્કુલ, હોસ્ટેલ, ગૌશાળા, સભાખંડ, ભોજનાલય, ધાર્મિક સ્ટોલ, કેન્ટીન, સંત આશ્રમ, ખુલ્લા મેદાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મંદિર તરફથી આવેલ યાત્રીકોને જમવાની, રહેવાની સગવડ પુરી પાડવામાં આવે છે. આ મંદિર દ્વારા કુદરતી આફતોમાં સરકારશ્રીના માર્ગદર્શન મુજબ સહાયતા કરવામાં આવે છે. પાણીપુર, ભૂકંપ, કોરોના જેવી આફતોમાં લોકોને મદદ કરે છે.
ભગવાનશ્રી સ્વામિનારાયણને જ્યાં દીક્ષા આપેલ તે દીક્ષાધામ ઉપર અંદાજીત(રર-કરોડ)ના ખર્ચે "શ્રી સહજાનંદ પ્રદર્શન" બની રહ્યું છે. આ પ્રદર્શન ત્રણ માળમાં તૈયાર થશે, જેમાં "રામ-શ્યામ- ઘનશ્યામ"ના લીલા ચરિત્રો તેમજ ભક્તો - સંતોના જીવન દર્શન, વૈદિક શાસ્ત્રો ઉપર ફાઈબર, પેઈન્ટીંગ, આરસ, ગુલાબી પથ્થર ઉપર ભવ્ય પ્રદર્શન બનાવામાં આવી રહ્યું છે. જેમની જાણ પીપલાણા મંદિરના કોઠારીશ્રીએ કરેલ.

 

(2:20 pm IST)