સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

જૂનાગઢમાં વેપારીની હત્‍યાની કોશિષમાં એડવોકેટ સહિતના આરોપીઓ રાઉન્‍ડઅપ

પેટ્રોલ ચોરી પકડવા સીસીટીવી ચેક કરતા ભાંડો ફૂટયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૧૪: જૂનાગઢમાં વેપારીની હત્‍યાની કોશિષ થતા સનસની મચી જવા પામી છે. વેપાારીને ગંભીર ઇજા થતાં તેને રાજકોટ ખસેડવામાં આવેલ છે.
આ બનાવમાં તાલુકા પોલીસે એડવોકેટ સહિતનાં પાંચ આરોપીઓને રાત્રે રાઉન્‍ડ અપ કરી લીધા હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢના ઝાંઝરડા ગામ પાસે આવેલ નંદનવન એપાર્ટમેન્‍ટ શ્રીનાથ પાર્કમાં સિરામીક અને ટાઇલ્‍સનો વેપાર કરતાં ૪૨ વર્ષીય હિરેનભાઇ ચીમનભાઇ ભુત પરિવાર સાથે રહે છે.
દરમ્‍યાન હિરેનભાઇની મોટર સાયકલમાં અગાઉ પેટ્રોલ ઓછું થતું હોય આથી તેઓએ એપાર્ટમેન્‍ટનાંૅ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં એપાર્ટમેન્‍ટમાં જ રહેતા કમલેશભાઇ વૈેશ્‍નાણીના ઘરે તેમની ગેરહાજરીમાં આવતા જતા વેરાવળના એડવોકેટ નિગમભાઇ કમલેશભાઇ જેઠવા હોવાનું અને નિગમને કમલેશભાઇના પત્‍ની સાથે અફેર હોવાની વાત સીસીટીવી જોતા જાહેર થઇ હતી.
આ અંગેની જાણ નિગમ જેઠવાને થતાં જેથી આ મનદુઃખના કારણે મુસ્‍તાક નામના શખ્‍સે હિરેનભાઇને ધમકી આપી હતી. દરમ્‍યાન ગત તા.૧૨ની રાત્રીના ૯ વાગ્‍યના અરસામાં હિરેનભાઇ પોતાના ઘરે હતા ત્‍યારે નિગમ જેઠવા તેમજ મુસ્‍તાક અને ચાર અજાણ્‍યા શખ્‍સો ટીયાગો કારમાં ઘસી આવ્‍યા હતા. બાદમાં આ ઇસમોએ તલવાર, તેમજ છરી સહિતના હથિયારો વડે હુમલો કરી હિરેનભાઇને જીવલેણ ઇજા પહોંચાડી અને હત્‍યાની કોશિષ કરીને હુમલાખોરો નાસી ગયા હતા.
આ હુમલામાં વેપારી હિરેન ભુતને ગંભીર ઇજા થતાં તેમને વિશેષ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે.
આ અંગેની જાણ થતા ગત રાત્રે જુનાગઢ પોલીસે વેપારીની ફરિયાદ લઇ નિગમ જેઠવા સહિતના શખ્‍સો સામે હત્‍યાની  કોશિષ વગેરેનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ઇન્‍ચાર્જ તાલુકા પી.એસ.આઇ. વી.કે.ઉંજીયાએ તાત્‍કાલિક તપાસ હાથ ધરીને એડવોકેટ સહિતનાં આરોપીઓને રાઉન્‍ડ અપ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (૧.૮)

 

(2:00 pm IST)