સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

મોરબી: મહિલાને વિમા કંપનીએ વીમો ચુકવવાની ના પાડી : ગ્રાહક સુરક્ષા મંડળે ન્યાય અપાવ્યો.

મોરબીમાં જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની સરાહનીય કામગીરીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલાને વિમા કંપનીએ વીમો ચુકવવાની ના પાડતા ગ્રાહક સુરક્ષા મંડળે ન્યાય અપાવ્યો હતો
આ કેસની હકીકત એવી છે કે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી લાલજીભાઇ મહેતા દ્વારા ભગોળી વાડીના રહેતા અનસોયાબેન શાંતિલાલ નકુમના પતિના અકસ્માતનો કેસ ધ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ સામે દાખલ કરેલ રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીસનને રૂપિયા પાંચ લાખ પુરા છ ટકા નાં વ્યાજ સાથે ત્રણ વર્ષનું ચુકવવા હુકમ કરેલ છે.
મોરબીના રવાપરાના વતની અનસોયાબેન શાંતિલાલ નકુમના પતિ શાંતિલાલભાઇનું ચોટીલા જતા રસ્તામાં મોટરસાઇકલ સ્લીપ થતા મૃત્યુ થયું હતું. પરંતુ ધ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ વિમા કંપની એ વિમો ચુકવવાનીના પાડી દેતા અનસોયાબેને મોરબી શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ શ્રી લાલજીભાઇ મહેતાનો સંપર્ક કર્યો હતો. જેથી તેમણે રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન માં કેસ દાખલ કર્યો હતો. જ્યાં કોર્ટ દ્વારા ધ ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ વિમા કંપનીને અનસોયા બેનને રૂપિયા પાંચ લાખ પુરામાં છ ટકા વ્યાજ લેખે ચુકવવાનો હુકમ કરેલ છે.
આ અંગે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી લાલજીભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, ગ્રાહકે પોતાના હકહિત માટે લડવું જોઇએ કોરોના ગયા છી વિમા કંપની મેડીકલેઇમ કે અન્ય વિમા આપવામાં હાથ ઉંચા કરી રહી છે. તેવી ફરીયાદ આવે છે. ગ્રાહકે પોતાના હક માટે ગમે ત્યારે સંપર્ક કરી શકે છે

 

(1:04 pm IST)