સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

હળવદમાં જૂના દેવળીયામાં બે ભાઇઓ પર મોટાબાપુ સહિત ચાર શખ્‍સોનો પથ્‍થરવડે હુમલો

પીન્‍ટુ ભીમાણી અને રવી ભીમાણી રાજકોટ સારવારમાં પત્‍નીની પજવણી કરવાની ના પાડવા જતા મોટાબાપુ રમેશ તેનો પુત્ર જીવરાજ અને ફઇના બે દીકરા વિક્રમ અને મહેશે ડખ્‍ખો કર્યો

 

રાજકોટ તા.૧૪: હળવદના જુના દેવડીયા ગામમાં પત્‍નીની પજવણી કરવાની ના પાડવા જતા બે ભાઇઓ પર મોટાબાપુ તેનો પુત્ર અને ફઇના બે દીકરાએ પથ્‍થરના ઘા કરી ઢીકાપાટુનો માર મારતા બંનેને સારવાર માટે રાજકોટની સિવીલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. મળતી વિગત મુજબ જૂના દેવળીયા ગામમાં રહેતો પીન્‍ટુ પ્રવિણભાઇ ભીમાણી (ઉ.વ.૨૪) અને તેનો નાનોભાઇ રવી પ્રવિણભાઇ ભીમાણી (ઉ.વ.૨૩) બંને પોતાનાા ઘર પાસે હતા ત્‍યારે તેના મોટાબાપુ રમેશ તેનો પુત્ર જીવરાજ તથા ફઇનો દીકરો વિક્રમ અને મહેશ સહિતે આવી ઝઘડો કરી ઉશ્‍કેરાઇને પથ્‍થરના ઘા કર્યા હતા અને ઢીકાપાટુનો મારમારતા રવી અને વિક્રમને ઇજા થઇ હતી. દેકારો બોલતા  આસપાસના લોકો એકઠા થતા ચારેય શખ્‍સો ભાગી ગયા હતા. બાદ રવી અને પીન્‍ટુને ઇજા થતા રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં ઇજાટ્રસ્‍ત બે યુવાનની માતા રંજનબેને જણાવ્‍યું હતું કે પોતાને સંતાનમાં બે પુત્ર છે બંને પરણીત છે. બંનેની પત્‍ની ઘરના કામ માટે જ્‍યાં જાય ત્‍યાં જેઠ રમેશ તેની પાછળ જઇ પજવણી કરતો હોઇ તે બાબતે ગઇકાલે તેને સમજાવવા જતા જેઠ વિજય તેનો પુત્ર જીવરાજ અને નણંદના બે પુત્ર વિક્રમ અને મહેશે ઉશ્‍કેરાઇ જઇ ઝઘડો કરી પથ્‍થર વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:20 pm IST)