ઉનામાં સ્કુટરની ડેકીમાં દારૂની ૨૬ બોટલો લઇ જતો યુવાન ઝડપાયો
ઉના તા.૧૪: દેલવાડા ચોકડી પાસે જીલ્લાની એસ.ઓ.જી. બ્રાન્ચે સ્કુટરની ડેકીમાં છુપાવી લઇ જવાતો વિદેશી દારૂની ર૬ બોટલ અને મોટર સાયકલ સાથે રૂા.૩૯૬૦૦ નાં મુદ્દામાલ સાથે ઉનાના સંદીપ ગોસ્વામી નામના યુવાનને પકડી પાડયો હતો.
ગીરસોમનાથ જીલ્લાની એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુભાષભાઇ ચાવડા અને કમલેશભાઇ પીઠીયા ત્થા સ્ટાફ દેલવાડા ચોકડી પાસે વાહન ચેક કરતા હતા ત્યારે એક જયુપીટર કાું. નું સ્કુટર ઉપર આવતો સંદીપ મનસુખભાઇ ગોસ્વામી (ઉ.વ.૩૧)રે હુડકો સોસાયટી ઉનાવાળાને રોકી તપાસ કરતા ડેકીમાં છુપાવી લઇ જવાતો ભારતીય બનાવટની ઈગ્લીંશ દારૂની બોટલ નંગ-૨૬ રૂા.૯૬૦૦/- મોટર સાયકલ રૂા.૩૦ હજાર મળી રૂા. ૩૯૬૦૦/- મુદ્દામાલ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.