News of Saturday, 14th May 2022
કચ્છના નખત્રાણા પાસે કાર બાઇકની ટક્કરમાં બેના મોતઃ ભચાઉ પાસે હિટ એન્ડ રનમાં એક મોત
(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : કચ્છમાં બનેલા બે અલગ અલગ માર્ગ અકસ્માતના બનાવમાં ત્રણ વર્ષના માસૂમ બાળક સહિત ત્રણ માનવ જિંદગીઓ હોમાઈ ગઇ છે.
નખત્રાણા તા.ના મંગવાનાણા સુખપર ગામ વચ્ચે કાર અને બાઇક ટકરાતાં બાઈકની પાછળ બેઠેલા ૬૭ વર્ષીય આત્મારામ થાવર મહેશ્વરી, ગાંધીધામનું મોત નિપજયું હતું.
જયારે કારમાં બેઠેલ ૩ વર્ષના બાળક ધ્યાનશ રક્ષિત પટેલને છાતી માં મૂઢ માર લાગતાં તેનું પણ અરેરાટીભર્યું મોત નિપજયું હતું.
અન્ય બનાવમાં ભચાઉના શિકરા ગામ પાસે અજાણ્યા વાહને રાહદારી ગોવાભાઈ રતના રબારીને હડફેટે લેતાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. બને બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:35 am IST)