સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th July 2021

વાંકાનેરમાં અષાઢી બીજની મચ્છુ માતાના મંદિરે ઉજવણી : શોભાયાત્રા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૩ :  મોરબી જીલ્લાના વાંકોનર ગ્રીન ચોકમાં આવેલ મચ્છુ નદી ખાતે ગઢની રાંગ બેઠાલા મચ્છ માતાના પુજા અર્ચના બાદ અષાઢી બીજ નિમિત્તે ૩૬ લોકોની હાજરીમાં આરપીસી તથા સોશ્યલ ડીસ્ટન્સ સાથે રથમાં મચ્છુ માતા આશિર્વાદથી શોભાયાત્રા ગ્રીન ચોકથી શરૂ થઇ સીટી સ્ટેશન રોડ સાલા રોડ જીનપરા થી નેશનલ હાઇવે મીલ પ્લોટથી મચ્છુ માતાના મંદિરે રથ યાત્રાનું સમાપન થયેલ.

આ પ્રસંગે ગાડુભાઇ તથા તેના ૩૪ જેટલા માલધારીઓ અને ભુવા વિગેરે જોડાયા હતા. જીનપરા નેશનલ હાઇવેથી વધુ માલધારીઓ સાથે વાંકાનેરના બાપુ સાહેબ શ્રી કેસરી દેવસિંહ અને હિરાભાઇ સાથે તેની ટીમ જોડાયેલ આ શોભાયાત્રાની સાથે ગ્રીન ચોકથી શોભાયાત્રાના રૂટ ઉપર કર્ફયુ નાખેલ. આ શોભાયાત્રાના વાંકાનેર ડીવીઝન મેજી. શ્રી શેરશીયા નાયબ પોલીસ અધિકારી રાધીકા ભારાઇ તથા તાલુકા મેજી. શ્રી પટેલ પીઆઇ રાઠોડ પીએઅસઆઇ જાડેજા તથા સાથે પોલીસ સ્ટાફ વિગેરે બંદોબસ્તમાં જોડાયા હતા અને રથયાત્રા શાંતીપૂર્વક પુરી થયેલ.

(11:40 am IST)