News of Monday, 13th June 2022
જામનગરના કાલાવડમાં ૧ ઇંચ વરસાદ : ભીમાનું ગામમાં વિજળીએ ૨ બળદનો ભોગ લીધો
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૩: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ૨૨ મી.મી. વરસાદ પડયો હતો જ્યારે ભીમાનું ગામમાં વીજળી પડતા ૨ બળદોનો મોત થયા છે. જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડયો હતો.
ભીમાનું ગામમાં રસ્તાના કાંઠે આવેલ વાડીએ ખોડાભાઇ જેઠાભાઇ મૈયડનાં બે બળદ ઉપર વિજળી પડતા બંનેના મોત થયા છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને સરપંચ દ્વારા જાણ કરાઇ છે.
(1:30 pm IST)