સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th June 2022

જૂનાગઢઃ મિકેનિકલ એન્‍જિનિયરિંગમાં પીએચ.ડીની ડીગ્રી હાંસલ કરતા અમિત મોદી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૩: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્‍ડિકેટ સભ્‍ય અને જુનાગઢ લો કોલેજના પૂર્વ પ્રિન્‍સીપાલ તેમજ જુનાગઢ કેળવણી મંડળના સેક્રેટરી ડો.ડી.જી. મોદીના સુપુત્ર અને ગવર્મેન્‍ટ પોલિટેકનિકના અધ્‍યાપક અમિત મોદીએ મિકેનિકલ એન્‍જિનિયરિંગ મા સ્‍પેસ તથા મેડીકલ ફિલ્‍ડમાં વપરાતા ગિયર માટે સર્વોત્તમ મટીરીયલ શોધી તેની લાઈફ કેવી રીતે વધારી શકાય તે અંગેનું સંશોધન કરેલ છે અને સંશોધક તરીકે પીએચ.ડી.ની ડીગ્રી હાંસલ કરી છે.

અમિત મોદી સ્‍થાનકવાસી જૈન સંઘ જુનાગઢ ના મંત્રી તથા જુનાગઢ કેળવણી મંડળ માં ટ્રસ્‍ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ શ્રી જૈન સોશ્‍યલ ગ્રુપ ના પૂર્વ પ્રમુખ છે તેઓ યોગ અભ્‍યાસ કેસલેસ ટ્રાન્‍જેક્‍શન તથા કારકિર્દી માર્ગદર્શન ના અનેક સેમિનાર આપી ચૂક્‍યા છે મિકેનિકલ એન્‍જિનિયરિંગ જેવા કપરા વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવવા બદલ અમિત મોદીને જુનાગઢ કેળવણી મંડળના પ્રમુખ નાનજી ભાઈ વેકરીયા ટ્રસ્‍ટી સુરેશભાઇ વેકરીયા તથા ટ્રસ્‍ટ હસ્‍તકની જુદી જુદી કોલેજના પ્રિન્‍સીપાલ તથા સ્‍ટાફ તેમજ સી.યુ.શાહ યુનિવર્સિટીના ડાયરેક્‍ટર ડો.રાહુલ રાવલે અભિનંદન પાઠવેલ છે.

(1:18 pm IST)