૬૦ હજારના દારૂ સાથે અલ્ફાઝને ક્રાઇમ બ્રાંચે પકડાયોઃ ધર્મેશ જાદવનું નામ ખુલ્યું
લોહાનગર પાસે દરોડોઃ પીએસઆઇ બી. વી. બોરીસાગર અને ટીમની કાર્યવાહી
રાજકોટ તા. ૧૩: લોહાનગર મફતીયાપરામાં બે શખ્સોએ દારૂનો જથ્થો ઉતાર્યો છે અને કટીંગ કરવાના છે તેવી બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડતાં અહિ રહેતો અલ્ફાઝ હાસમાભાઇ કાદરી (ઉ.૨૧) રૂા. ૬૦ હજારના ૧૫૦ બોટલ દારૂ સાથે પકડાઇ ગયો હતો. તેની સાથેનો ધર્મેશ ઉર્ફ ધમો જાદવ ભાગી ગયો હોઇ તેની શોધખોળ થઇ રહી છે.ડીસીબીના હરદેવસિંહ જાડેજા, ફરીદભાઇ શેખ, ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુકત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વાય. બી. જાડેજા, પીએસઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. બોરીસાગર, એએસઆઇ હરદેવસિંહ, ફરીદલભાઇ, હેડકોન્સ. હરદેવસિંહ રાઠોડ, જયદેવસિંહ પરમાર અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. અલ્ફાઝને અગાઉ પણ ડીસીબીની ટીમે દારૂના ગુનમાં પકડ્યો હતો.