સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th June 2022

વેરાવળ તાલુકાના હિરણ બે ડેમની કેનાલમાં સિંચાઇ માટે જીલ્લા પ્રમુખ રામીબેન વાજાની રજુઆતને કારણે પાણી છોડવામાં આવશે

 પ્રભાસ પાટણ,તા. ૧૩: વેરાવળ તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મા ખેડૂતો દ્વારા વરસાદ પહેલા આગોતરી મગફળી ની વાવણી કરવામાં આવે છે પરંતુ દરેક ખેડૂતો ની વાડીઓમાં પીયત માટે પાણી હોતુ નથી જેથી હિરણ ડેમ ની કેનાલમાં પાણી છોડવામાં આવે તો કોરડા ની મગફળી વાવી શકાય અને કેનાલ મા પાણી છોડવા બાબતે જીલ્લા પંચાયત ના પ્રમુખ રામી બેન બચુભાઈ વાજા ને રજુઆત કરવામાં આવી અને રામી બેન વાજા એ ખેડૂતોને પણી મળે તે માટે ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરેલ અને રામી બેન વાજાની રજૂઆતને કારણે હિરણ ડેમ ની કેનાલ માંથી વેરાવળ તાલુકાના ગામડાઓમાં મંગળવારે પાણી છોડવામાં આવશે આ કેનાલ મા સિંચાઇ માટે પાણી છોડવાને કારણે ગાભા, મંડોર, ભેરાળા, પંડવા, ઈદ્રોઇ, બોળાશ, નાખડા, કુકરાશ સહિતના ગામડાઓના ખેડૂતો ને સિંચાઇ માટે પાણી મળી રહેશે જેથી આ તમામ ગામોના ખેડૂતોમા આનંદની લાગણી ફેલાયેલી છે અને પ્રમુખ રામીબેન બચુભાઈ વાજાનો આભાર વ્‍યક્‍ત કર્યો છે.

(12:07 pm IST)