સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

લોધીકા સામુહીક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સની ગ્રાંટ ફાળવતા સાંસદ મોહનભાઈ કુંડારીયા

લોધીકા,તા.૧૩ : તાલુકા મથકની એક માત્ર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં નવી એમ્બ્યુલન્સવેન માટેની ગ્રાન્ટ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ ફાળવતા લોકોમાં રાહતની લાગણી ફેલાયેલ છે.

૩૮ ગામનાં તાલુકા મથક લોધીકા ગામે સામુહીક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. તાલુકાભરમાથી દર્દીઓ અહિં સારવાર માટે આવે છે. ઘણા કિસ્સામાં તેમજ ડીલીવરી પ્રસંગે દર્દીને શહેરની હોસ્પીટલે વધુ સારવાર માટે લઈ જવામાં આવે છે, પરંતુ એમ્બ્યુલન્સવેન જર્જરીત હાલતમાં હોય અવાર-નવાર બ્રેક ડાઉન થતી હતી.

નવી વેન વસાવવા માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાને તાલુકા ભાજપ આગેવાનોએ લોકોને પડતી મુશ્કેલીથી વાકેફ કરતા જે રજુઆતને ધ્યાને લઈ સાંસદે પોતાની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સવેન મંજુર કરતા ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા, અગ્રણી મનસુખભાઈ સરધારા, તાલુકા ભાજપ મહામંત્રી મોહનભાઈ ખુટ, મોહનભાઈ દાફડા, વિપુલભાઈ મોરડ, રાહુલસિંહ જાડેજા, સરપંચ જેન્તીભાઈ વસોયા, વિગેરેએ સાંસદનો આભાર વ્યકત કરેલ છે.

(11:31 am IST)