News of Saturday, 13th January 2018
સોમવારે વિજયભાઇ સોમનાથ મહાદેવના દર્શને
ગીર સોમનાથ તા. ૧૩ :.. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બીજીવાર રાજયની ધુરા સંભાળ્યા બાદ તા. ૧પ-૧-૧૮ નાં રોજ ભારત વર્ષના આસ્થા કેન્દ્ર પ્રભાસ - પાટણ સ્થિત સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે.
મુખ્યમંત્રીશ્રી તા. ૧પ ના રોજ સવારે ૯.પ૦ કલાકે સોમનાથ હેલીપેડ ખાતે ઉતરાણ કરી સોમનાથ મંદિર ખાતે પુજા-દર્શન કરશે. મુખ્યમંત્રીશ્રીના આ કાર્યક્રમ સંદર્ભે કલેકટર કચેરી વેરાવળ ખાતે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. જેમાં પોલીસ-બંદોબસ્ત, દર્શન-પૂજા વ્યવસ્થા ટ્રાફીક નીયમન સંદર્ભે સબંધિત અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી.
(2:14 pm IST)