સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th January 2018

જૂનાગઢમાં વેવાણને માર મારી રૂ. પ૦ હજારનાં સોનાનાં ચેનની લૂંટ

પૂછયા વગર પુત્રવધુ તેની માતા પાસે જતાં ધમાલ

જૂનાગઢ તા. ૧૩: જૂનાગઢમાં વેવાણને માર મારી દિકરીનાં શ્વસુરપક્ષે રૂ. પ૦ હજારનાં સોનાના ચેનની લૂંટ કર્યાની પોલીસ ફરિયાદ થતાં ચકચાર મચી ગઇ છે.

આ બનાવની વિગતો એવી છે કે, જૂનાગઢમાં ટીંબાવાડીનાં મધુરમ વિસ્તારમાં આવેલ શ્રીનગર સોસાયટીમાં દલિત કંચનબેન માધવજી બગડા (ઉ.વ. પપ) રહે છે. તેઓ બિમાર હોય તેની બાજુમાં સાસરે રહેલ પુત્રી સંધ્યા ગઇકાલે તેની માતાની ખબર કાઢવા આવેલ.

આથી સંધ્યા પૂછયા વગર કેમ આવી તેનું મનદુઃખ રાખી જમાઇ નિલેશ ચાવડા, વેવાઇ હિરાભાઇ નારણ ચાવડા, વેવાણ રમાબેન અને કૈલાસબેન હીરાભાઇ કંચનબેનનાં ઘરે ધસી આવ્યા હતાં.

દિકરીનાં શ્વસુર પક્ષનો આ ચાર સભ્યોએ કંચનબેનને આડેધડ ઢીકાપાટુનો માર મારીને અધમુઆ કરી નાંખ્યા હતા. અને તેણીએ ગળામાં પહેરેલ રૂ. પ૦ હજારની કિંમતનાં સોનાનાં ચેનની લૂંટ ચલાવીને ચારેય નાસી ગયા હતાં.

આ અંગે મહિલાએ ફયિરાદ કરતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. (૭.ર૮)

(12:08 pm IST)